અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/ડૂમો બસ આપણે

Revision as of 20:50, 20 September 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ડૂમો બસ આપણે |સુધીર પટેલ}} <poem> જિન્દગીભરનો ડૂમો બસ આપણે વેદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ડૂમો બસ આપણે

સુધીર પટેલ

જિન્દગીભરનો ડૂમો બસ આપણે
વેદનાનો તરજૂમો બસ આપણે

જ્યાં કદી ફળ પક્વ થઈ શકતું નથી
એ જ ડાળીની લૂમો બસ આપણે!

કોણ કોને સાંભળે શા કારણે?
ભીડમાં ભટકી બૂમો બસ આપણે!

કોઈ અવસર ક્યાં કદી આવ્યો ‘સુધીર’?
ખાલી ખાલી રૂમઝૂમો બસ આપણે!

(જળ પર લકીર)