રવીન્દ્રપર્વ/૧૪. સકલ ગર્વ

Revision as of 07:53, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. સકલ ગર્વ| }} <poem> સકલ ગર્વ દૂર કરીશ હું ::: તારો જ ગર્વ છોડીશ ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૪. સકલ ગર્વ

સકલ ગર્વ દૂર કરીશ હું
તારો જ ગર્વ છોડીશ ના.
સહુને બોલાવી કહીશ જે દિન
પામું તવ પદરેણુકણા.

તારું આહ્વાન આવશે જ્યારે
કેમ કરી એ વાત ઢાંકીશ ત્યારે?
સકલ વાક્યે, સકલ કર્મે
પ્રકટશે તવ આરાધના.
સકલ ગર્વ દૂહૃ કરીશ હું
તારો જ ગર્વ છોડીશ ના.

જે કાંઈ માન પામ્યો છું હું જે કાજે
તે દિન બધુંય જાશે દૂરે
દેહે મને તારું માન જ કેવળ
રણકી ઊઠશે એક સૂરે.
પથના પથિકેય વાંચતા જાશે
તારી જ સૌ કથા મમ મુખભાવે,
ભવસંસારની બારીની પાસે
બેઠો રહું જ્યારે અન્યમને.
સકલ ગર્વ દૂર કરીશ હું
તારો જ ગર્વ છોડીશ ના.
(નૈવેદ્ય)

વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪