રવીન્દ્રપર્વ/૮૦. ઓગો તુમિ પંચદશી
Revision as of 05:36, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૦. ઓગો તુમિ પંચદશી| }} {{Poem2Open}} અરે તું પંચદશી થઈ, તું પૂણિર્મા...")
૮૦. ઓગો તુમિ પંચદશી
અરે તું પંચદશી થઈ, તું પૂણિર્માએ પહોંચી. તારી વિહ્વળ રાતમાં મૃદુ સ્મિત સ્વપ્નનો આભાસ છે. ક્યારેક પંખીઓનો જાગી ઊઠતો કલસ્વર તારા નવયૌવનમાં ક્ષણે ક્ષણે વિહ્વળ થઈ ઊઠે છે. પ્રથમ આષાઢની કેતકીની સૌરભ તારી નિદ્રામાં છે. તારા વક્ષમાં અરણ્યમર્મર થરથર ગુંજી ઊઠે છે. મનના દિગન્તે અકારણ વેદનાની છાયા ઘેરાય છે. એ તારી આંખમાં છલ છલ આંસુ લાવી દે છે. (ગીત-પંચશતી)