રવીન્દ્રપર્વ/૧૦૧. કાન્ના હાસિર દોલ

Revision as of 06:08, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૧. કાન્ના હાસિર દોલ| }} {{Poem2Open}} ક્રન્દન અને હાસ્યના હંડોિળા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૦૧. કાન્ના હાસિર દોલ

ક્રન્દન અને હાસ્યના હંડોિળાને ઝુલાવનારો પોષ-ફાગણનો પ્રસંગ હવે આવ્યો. એમાં હું જીવનભર ગીતની છાબને ધારણ કરીશ. એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? તેથી જ મારી ઊંઘ ભાગી ગઈ છે? મનનાં બન્ધન તૂટી ગયાં છે? ચિરવ્યથાના વનમાં ઉન્મત્ત હવાના તરંગો ઊઠ્યા છે. મારાં દિવસરાતના સકળ અન્ધકારપ્રકાશ કંપી ઊઠ્યાં છે. એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? (ગીત-પંચશતી)