અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/ચાલ્યા

Revision as of 12:04, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચાલ્યા

ભગવતીકુમાર શર્મા

અને વૃક્ષ ચંદનનું ચિરાઈ ચાલ્યા;
છીએ લાગણીવશ તે લીરાઈ ચાલ્યા.
રહીશું અમે ટેરવાંની અડોઅડ;
હથેળીમાં તારી લકીરાઈ ચાલ્યા.
અમે મહેતા નરસીની કરતાલ છૈયે;
અને મંજીરાં થઈને મીરાંઈ ચાલ્યા.
અમે એકતારામાં રણઝણતા જોગી;
અજાનોમાં ગુંજી ફકીરાઈ ચાલ્યા.
પડી જળનાં ચરણોમાં કાંઠાની બેડી;
છીએ આતમા, પણ શરીરાઈ ચાલ્યા.
(ઝળહળ, ૧૩-૩-૧૯૮૮)