ઓખાહરણ/આસ્વાદલક્ષી અભ્યાસ

Revision as of 07:36, 3 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આસ્વાદલક્ષી અભ્યાસ|}} {{Poem2Open}} રસની બાબતમાં કોઈપણ ગુજરાતી કવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આસ્વાદલક્ષી અભ્યાસ

રસની બાબતમાં કોઈપણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. નવલરામ [ગુજરાતીના પહેલા વિવેચક]