નિવેદન
છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતીય કથાઓનું આકર્ષણ રહ્યું છે. આ કથાઓએ જગતભરની કથાઓને પ્રભાવિત કરી છે. આ કથાઓના સંપાદનને પ્રગટ કરવાની ઇચ્છાથી સમગ્ર યોજનાને પાંચ ગ્રંથોમાં વહેંચી છે : તેનો આ પહેલો ગ્રંથ ભાવકો સમક્ષ મૂકતાં ખૂબ જ આનંદ અનુભવું છું.
આ સમગ્ર કથાવિશ્વમાં ઊંડો રસ લેવા માટે ગુલામમોહમ્મદ શેખ અને હસમુખ શાહનો કૃતજ્ઞતાપૂર્વક આનંદ અનુભવું છું.
આ સમગ્ર યોજનાને આથિર્ક અનુદાન આપવા માટે શ્રી ચીમનભાઈ મહેતાનો ખાસ આભાર માનું છું.
આવી યોજના મિત્રોના સાથસહકાર વિના સંપન્ન થાય જ નહીં.
આ માટે હું જયદેવ શુક્લ, રાજેશ પંડ્યા, બકુલ ટેલર, પીયૂષ ઠક્કરને સતત યાદ કરતો જ રહ્યો છું.
શિરીષ પંચાલ
તા.૧-૮-૨૦૧૮