ભારતીય કથાવિશ્વ૧/વિનતાપુત્ર ગરુડની કથા

Revision as of 10:23, 7 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| વિનતાપુત્ર ગરુડની કથા : પૂર્વભૂમિકા | }} {{Poem2Open}} સોમ દ્યુલો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનતાપુત્ર ગરુડની કથા : પૂર્વભૂમિકા

સોમ દ્યુલોકમાં હતા અને દેવતાઓ આ લોકમાં. દેવોએ ઇચ્છા કરી કે સોમ અમારી પાસે આવે. અને આવેલા સોમ સાથે યજ્ઞ કરીએ. તેમણે બે માયા સર્જી : સુપર્ણી અને કદ્રૂ , સુપર્ણી એટલે વાણી અને કદ્રૂ એટલે પૃથ્વી. તેમણે બંને વચ્ચે ઝઘડો કરાવ્યો બંને ઝઘડવા લાગી, ‘આપણામાંથી જે સૌથી વધારે દૂરની વસ્તુ જોઈ લેશે તે બીજી પર વિજય મેળવશે.’ કદ્રૂએ કહ્યું, ‘ભલે, જો.’ સુપર્ણીંએ કહ્યું, ‘આ પાણીની પાર એક શ્વેત અશ્વ થાંભલા પાસે ઊભો છે. હું એને જોઉં છું. શું તું પણ એને જુએ છે?’ કદ્રૂએ કહ્યંુ, ‘હું જોઉં છું. એનું પૂંછડું લટકી રહ્યું છે. પવન એને હલાવી રહ્યો છે એ હું જોઉં છું.’ હવે જ્યારે સુપર્ણીએ કહ્યું કે ‘આ પાણીની પેલે પાર’ તો પાણીનો અર્થ વેદી. એ વેદીનો નિર્દેશ કરવા માગતી હતી. ‘થાંભલા પાસે એક શ્વેત અશ્વ ઊભો છે’ બોલી ત્યારે શ્વેત અશ્વ એટલે યજ્ઞ અને થાંભલો એટલે યૂપ. કદ્રૂએ જ્યારે કહ્યું કે ‘એનું પૂંછડું લટકી રહ્યું છે અને એને વાયુ હલાવે છે, અને હું એને જોઉં છું ’ ત્યારે એ માત્ર દોરડું હતું. ત્યારે સુપર્ણીંએ કહ્યું, ‘ચાલો ત્યાં સુધી ઊડીએ અને કોણ વિજયી થયું છે તે જોઈએ.’ સુપર્ણી ત્યાં સુધી ઊડી અને કદ્રૂએ જે કહ્યું તે સાચું નીકળ્યું. જ્યારે તે પાછી આવી ત્યારે કદ્રૂએ પૂછ્યું, ‘તું જીતી કે હું?’ તેણે કહ્યું, ‘તું.’ ત્યારે કદ્રૂએ કહ્યું, ‘દ્યુલોકમાં સોમ છે. દેવોને માટે તું લઈ આવ. અને દેવોના ઋણમાંથી મુક્ત થા.’ ‘ભલે.’ એ સોમ બે સુવર્ણપાત્રો વચ્ચે હતો. પલક માત્રમાં એ પાત્ર તેજ કિનાર વડે બંધ થઈ જાય છે. એ પાત્ર હતાં દીક્ષા અને તપ. એની રક્ષા સોમરક્ષક ગંધર્વો કરતા હતા. એ જ ઘિષ્ણી અને એ જ હોતા. તેણે એમાંથી એક પાત્ર ઉઘાડીને દેવોને આપ્યું. તે દીક્ષા હતી. દેવોએ એના વડે પોતાને દીક્ષિત કર્યા. હવે બીજું પાત્ર ઉઘાડ્યું. દેવોને આપ્યું. તે તપ હતું. દેવોએ એનાથી તપ કર્યું... તેણે ખદિરની લાકડી વડે સોમ લીધો. એટલે તેનું નામ ખદિર પડ્યું. એના દ્વારા સોમને લીધા એટલે યૂપ તથા ત્વષા (શતપથ બ્રાહ્મણ ૩.૬.૨)