સુદામાચરિત્ર/શબ્દાર્થ અને ટિપ્પણ

Revision as of 09:20, 9 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} {{Poem2Open}} શબ્દાર્થ અને ટિપ્પણ -- દર્શના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શબ્દાર્થ અને ટિપ્પણ

શબ્દાર્થ અને ટિપ્પણ -- દર્શના ધોળકિયા

કડવું ૧ કડી ૬ અશન – ભોજન ૭ મુન્ય – મુનિ(સુદામા) ૧૫ ઘરસૂત્ર – ઘરસંસાર

કડવું ૨ ૪ પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે ૧૦ ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ ૧૩ મારે વાગલાં – વલખાં મારે ૧૪ રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું

કડવું ૩ ૧ ભાવઠ –ઉપાધિ ૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન ૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી,

                                              એથી  ચહેરો ફિક્કો પડી જાય

૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું ૧૨ મામ – સ્વમાન, આબરુ

કડવું ૪ ૨ વૃદ્ધિહાણ – ચડતી-પડતી ૩ સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય ૧૦ નિર્મુખ વાળિયા – ખાલી હાથે પાછા વાળ્યા ૧૧ હુતશેષ ન કીધો આહાર – યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર કડી ૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ

                                 (સ્વર્ગની  ગાય)ની સેવા કરવી પડે છે.

૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)

                                                તરત દરિદ્રતા  દૂર કરશે 

કડવું ૫ ૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) ૯ છોવાય – ઢોળાય ૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)

                       ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!

૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી ૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને

                         ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા
                         ભાગવતના દશમસ્કંધમાંની કથા છે.

૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,

                      અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર

કડવું ૬ ૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની)

                               કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી 

૪ નથી મુક્તિપુરીમાં મણા – મુક્તિપુરી(દ્વારકા)માં કશાની

                                                      ઉણપ(મણા) નથી

૬ એને રૂપે હાર્યા કેશવ-રામ – સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ

             અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)

૧૦ મયા – માયા, કૃપા ૧૫ ઉપંગ – એક વાદ્ય કડવું ૭ ૨ યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ

                                            સત્યભામા કૃષ્ણને લગાડે છે	   ૨	અગર ઉસેવે – અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) 
                                                                  આપે છે

૩ બીડી – પાન, તાંબુલ ૧૧ વામદેવ – વામનદેવ ૧૨ અત્રિ – ઐક ઋષિ ૧૨ પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી

કડવું ૮ ૪ જેના નાભિકમળમાંથી......... – કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુની

                    નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં
                    સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને     
                    મુખમાં બ્રહ્માંડ બતાવેલું 

૫ પાદોદક – ચરમુક્તિપુરીણામૃત ૮ ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં

કડવું ૧૦ ૪ અરિષ્ટ – સૂર્ય ૧૨ પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ

કડવું ૧૨ ૯ નિર્મુખ – ખાલી હાથે