ભારતીય કથાવિશ્વ૧/ઋક્ અને સામની કથા

Revision as of 22:41, 9 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઋક્ અને સામની કથા | }} {{Poem2Open}} પહેલાં ઋક્ અને સામ(ગીતિ) અલગ હતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઋક્ અને સામની કથા

પહેલાં ઋક્ અને સામ(ગીતિ) અલગ હતાં. ઋક્નું નામ હતું સા, સામનું નામ હતું અમ: (તે). ઋકે સામને કહ્યું, ‘આપણે પ્રજોત્પત્તિ માટે સમાગમ કરીએ.’ સામે ના પાડી, ‘મારો મહિમા વિશેષ છે.’ ત્યારે બે બનીને બોલી, ફરી તેણે ના પાડી. ફરી ત્રણ બોલીને બોલી, ત્યારે ત્રણ સાથે મળીને સંયોગ કર્યો. એટલે ત્રણ ઋચાઓ વડે ગાન કરે છે. સમાજમાં એક પુરુષને અનેક સ્ત્રી હોય છે, એક સ્ત્રીના ઘણા પતિ ન હોય. આમ સા અને અમ: મળીને ‘સામ’. (ઐતરેય બ્રાહ્મણ ૧૨.૧૨)