ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અસંગત અન્વય

Revision as of 11:52, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અસંગત અન્વય (Anacoluthon)'''</span> : આ સંજ્ઞા દ્વારા કોઈ એક જ વા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અસંગત અન્વય (Anacoluthon) : આ સંજ્ઞા દ્વારા કોઈ એક જ વાક્યમાં જાણીજોઈને કે અકસ્માતે એક વિન્યાસથી બીજા વિન્યાસમાં પરિણમતો ફેરફાર નિદિર્ષ્ટ છે. રોજિંદી વાણીમાં તેમજ અસંપાદિત યા અસંમાજિર્ત લેખનમાં આ પ્રકારનો અસંગત અન્વયનો દોષ ઘણાખરા વહોરતા હોય છે. જેમકે ‘એ મારી પાસે આવ્યો અને – તમે મને સાંભળતા નથી.’ /‘તમે ચોક્કસ પ્રસન્ન....મારે તો તમારામાં રહેલું ઉત્તમ જોઈએ.’ ચં.ટો.