ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અહંકારદોષ

Revision as of 12:07, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અહંકારદોષ (Hybris, Hubris)'''</span> : ગ્રીક ટ્રેજિડીમાં દર્શાવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અહંકારદોષ (Hybris, Hubris) : ગ્રીક ટ્રેજિડીમાં દર્શાવાતો પાત્રનો એવો ચરિત્રદોષ જેને કારણે અંતે પાત્રનું પતન થાય છે. ગ્રીક કરુણાન્તિકાના સંદર્ભમાં આ સંજ્ઞા નાયક દ્વારા કરાતા ઈશ્વરની આજ્ઞાના ઉલ્લંઘનના અર્થમાં પ્રયોજાય છે. લોભ, મહત્ત્વાકાંક્ષા, વિષયવાસના વગેરેમાંથી પાત્રમાં જન્મતા અહંકારનું અહીં સૂચન છે. પ.ના.