ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અહંકારદોષ
Jump to navigation
Jump to search
અહંકારદોષ (Hybris, Hubris) : ગ્રીક ટ્રેજિડીમાં દર્શાવાતો પાત્રનો એવો ચરિત્રદોષ જેને કારણે અંતે પાત્રનું પતન થાય છે. ગ્રીક કરુણાન્તિકાના સંદર્ભમાં આ સંજ્ઞા નાયક દ્વારા કરાતા ઈશ્વરની આજ્ઞાના ઉલ્લંઘનના અર્થમાં પ્રયોજાય છે. લોભ, મહત્ત્વાકાંક્ષા, વિષયવાસના વગેરેમાંથી પાત્રમાં જન્મતા અહંકારનું અહીં સૂચન છે.
પ.ના.