ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકાશભાષિત
Revision as of 12:43, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આકાશભાષિત'''</span> : સંસ્કૃત નાટ્યશૈલીમાં વાચિક અભિન...")
આકાશભાષિત : સંસ્કૃત નાટ્યશૈલીમાં વાચિક અભિનયની એક પ્રયુક્તિ. આના દ્વારા નાટ્યવસ્તુને આગળ ચલાવી શકાય છે અને સામાજિકને પૂર્વાપર ઘટનાઓના જ્ઞાનથી અવગત કરી શકાય છે. આ પ્રયુક્તિમાં રંગમંચ પર કોઈ માત્ર આકાશ તરફ મોં કરી પોતે પ્રશ્ન કરે છે : ‘શું કરો છો?’ અને ‘એમ?’ એ પ્રકારે સામાના શબ્દો પોતે બોલીને અન્ય પાત્રની ગેરહાજરીમાં સંવાદ ચલાવે છે. સંસ્કૃત નાટ્યપ્રકાર ‘ભાણ’નો નાયક આ યુક્તિનો ખાસ આશ્રય લે છે.
ચં.ટો.