ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદ્યંત પદાનુવૃત્તિ

Revision as of 07:54, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આદ્યંત પદાનુવૃત્તિ (Epidiplosis) : ક્યારેક અખત્યાર કરવામાં આવતા આ અલંકારપ્રવિધિમાં લેખક વાક્યના આરંભે અને અંતે એના એ જ શબ્દનો વિનિયોગ કરે છે. જેમકે શેખાદમ આબુવાલાની ‘ચાંદની’ ગઝલની પંક્તિઓ : ‘થઈ વધુ સુંદર પ્રસરતાં એના મુખ પર ચાંદની! /ચાંદની બોલી : હવે છું હું ખરેખર ચાંદની! ચં.ટો.