ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથનગ્રાહી

Revision as of 12:54, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કથનગ્રાહી (Narrattee) : કલ્પિતવાચક માટેની આ સંજ્ઞા છે. નવલકથામાં કથન કોણ કરે છે એમાં કથકની જેટલી મહત્તા છે તેમ કથન કોને માટે થયું હોય છે એના દ્વારા પણ કથનની મહત્તા છે. જેને ઉદ્દેશીને કથન થયું હોય, એ કથન ગ્રહણ કરનાર પણ કથન પર પ્રભાવ પાડતો હોય છે. ચં.ટો.