ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કથન (Narrative, Narration) અમુક સમયાનુક્રમમાં ઘટનાઓનું કથન થયું હોય છે. કથનમાં કથા અને કથા કહેનાર કથક હોય છે. કવિતાની પ્રકૃતિ ભાવાત્મક છે; નાટકની પ્રકૃતિ પ્રતિભાવાત્મક છે જ્યારે કથાની પ્રકૃતિ કથનાત્મક છે. રોબર્ટ શોલ્સ અને કેલોગે કથનના બે વ્યાપક વિભાગ પાડ્યા છે : અનુભવવિષ્ઠ (Empirical)કથન અને કલ્પનાનિષ્ઠ (Fictional)કથન. અનુભવનિષ્ઠ કથા વસ્તુરચનાની વફાદારીની જગ્યાએ વાસ્તવની વફાદારી ધરાવે છે જ્યારે કલ્પનાનિષ્ઠ કથા આદર્શ પ્રત્યેની વફાદારીની જગ્યાએ વસ્તુરચના તરફની વફાદારી ધરાવે છે. સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્ર વગેરે સંખ્યાબંધ કલાસ્વરૂપો પર કથનનો પ્રભાવ જાણીતો છે. સાહિત્યમાં કથનની ઊંચી પ્રતિષ્ઠા છે અને ચલચિત્રના પર્યાયરૂપ ગણાય છે. હ.ત્રિ.