ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચરિત્રલેખન

Revision as of 14:01, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચરિત્રલેખન, વ્યક્તિચિત્રલેખન(Character-writing) : વ્યક્તિના ચરિત્રની વિશેષતાઓને આધારે લખવામાં આવતા નિબંધોની પ્રણાલી પશ્ચિમમાં સ્થિર થઈ તેના મૂળમાં ઍરિસ્ટોટલના શિષ્ય અને ગ્રીક ચિંતક થિઓફ્રેસ્ટસ(Theophrastus)ના ‘characters’ નામે લખાયેલા આ પ્રકારના નિબંધો છે. જેમકે ‘રેખાચિત્રો’ (લીલાવતી મુનશી), ‘ત્રિવેણી તીર્થ’ (‘દર્શક’), ‘ધૂપસળી’ (ઈશ્વર પેટલીકર), ‘નામરૂપ’ (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ). પ.ના.