ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દશાવતાર

Revision as of 11:55, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દશાવતાર : વિષ્ણુએ મનુષ્યદેહે અવતરીને ઈશ્વરી-આવિર્ભાવ પ્રગટ કરવા ધારણ કરેલી અવતાર-પરંપરા. હિન્દુ ધર્મ અનુસાર આ જગત પર ધર્મની અવગણના કરનારા આતતાયીઓના નાશ અને નિર્દોષ પ્રજાના રક્ષણ માટે વિષ્ણુએ આવશ્યકતા ઊભી થતાં સમયે સમયે મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, કૃષ્ણ અને બુદ્ધ રૂપે અવતરીને હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપ, બલિરાજા, દુરાચારી ક્ષત્રિયવંશ, રાવણ અને દુર્યોધનાદિ કૌરવોનો નાશ તથા વૈવસ્વત મનુ, મંદરાચલ પર્વત અને પૃથ્વીનું સંરક્ષણ કર્યું છે. મત્સ્યાવતારથી આરંભાઈને બુદ્ધ લગી વિસ્તરતા તેમજ ભવિષ્યના અવતાર કલ્કિની કલ્પના પણ જેમાં સમાહિત છે એ દશાવતારમાં મનુષ્યજીવનની ઉત્ક્રાંતિનો આલેખ મળે છે. સંસ્કૃતમાં જયદેવે ‘ગીતગોવિંદ’ના આરંભે કે મધ્યકાવ્યમાં શિવાનંદે આરતીમાં એનો કાવ્યસામગ્રી તરીકે ઉપયોગ કર્યો છે. ર.ર.દ.