ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિસંકર

Revision as of 12:30, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધ્વનિસંકર : જ્યારે એક ધ્વનિમાં અન્ય ધ્વનિ નીર અને ક્ષીરની જેમ ભળેલો હોય ત્યારે એ ધ્વનિસંકરનું ઉદાહરણ બને છે. ધ્વનિસંકર ત્રણ પ્રકારના છે; એકથી વધુ ધ્વનિઓ વચ્ચે સંશય રહે એવો સંશયાસ્પદસંકર; એક ધ્વનિ અન્ય ધ્વનિનો પોષક હોય એવો અનુગ્રાહ્યાનુગ્રાહકસંકર અને એક જ આધાર કે પદમાં ઘણા ધ્વનિઓ સમાવતો એકવ્યંજનાનુપ્રવેશસંકર. જ્યારે એકથી વધુ ધ્વનિ તલ અને તાંદુલની જેમ પોતાની સ્વતંત્ર સત્તા રાખતાં દેખાઈ આવે ત્યારે એ ધ્વનિસંસૃષ્ટિનું ઉદાહરણ બને છે. ચં.ટો.