ભારતીય કથાવિશ્વ૧/યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી

Revision as of 13:30, 26 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી | }} {{Poem2Open}} યાજ્ઞવલ્ક્યે એક વખત પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી

યાજ્ઞવલ્ક્યે એક વખત પોતાની પત્ની મૈત્રેયીને કહ્યું, ‘હું ગૃહસ્થાશ્રમ ત્યજીને સંન્યસ્તાશ્રમમાં જવા માગું છું. તારી મંજૂરી જોઈએ. તારી અને બીજી પત્ની કાત્યાયની વચ્ચે ધનના બે ભાગ કરી દઉં.’ આ સાંભળી મૈત્રેયીએ કહ્યું, ‘જો કોઈક રીતે ધનધાન્યવાળી આ સમગ્ર પૃથ્વી મારી થઈ જાય તો હું અમર થઈ જઈશ?’ યાજ્ઞવાલ્ક્યે ના પાડી. ‘સુખીસંપન્ન લોકના જેવું તારું જીવન થશે. ધન વડે અમરત્વ મળતું નથી.’ મૈત્રેયીએ કહ્યું, ‘જે ધનથી હું અમર ન થઉં તે ધનને શું કરવાનું? અમરત્વ કેવી રીતે પ્રાપ્ત થાય તે જ મને કહો.’ આ સાંભળી યાજ્ઞવલ્ક્યે કહ્યું, ‘તું મારી પતિવ્રતા પત્ની. બેસ. તને અમરત્વની સમજ પાડું.’

(બૃહદ આરણ્યક ઉપનિષદ : અધ્યાય ૨, બ્રાહ્મણ ૫)