ભારતીય કથાવિશ્વ૧/આત્મા એટલે શું

Revision as of 14:03, 26 November 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આત્મા એટલે શું?

એક વેળા ઉપમન્યુપુત્ર પ્રાચીનશાલ, પુલુષપુત્ર સત્યયજ્ઞ, ભાલ્લવિપુત્ર ઇન્દ્રદ્યુમ્ન, અશ્વતરાક્ષપુત્ર, બુડિલ, શર્કરાક્ષપુત્ર જન- આ બધાએ ભેગા થઈને જિજ્ઞાસા વ્યકત કરી કે આત્મા એટલે શું? બ્રહ્મ એટલે શું? એટલે તેઓ ઉદ્દાલક ઋષિ પાસે ગયા, પણ આ વિષયમાં ઋષિની જાણકારી ઓછી હતી એટલે તેઓ બધાને અશ્વપતિ પાસે લઈ ગયા. અશ્વપતિ રાજાએ કહ્યું, ‘મારા રાજ્યમાં કોઈ ચોરી કરતું નથી. દાન ન આપે એવું કોઈ નથી, કોઈ મદ્યપાન કરતું નથી, બધા વિદ્વાન છે, વ્યભિચારી નથી- હું થોડા દિવસમાં યજ્ઞ કરીશ. બીજાઓના જેટલું દાન તમને પણ આપીશ. તમે મારે ત્યાં નિરાંતે રહો. પછી અશ્વપતિએ તેમને ઉપદેશ કર્યો.

(છાંદોગ્ય ઉપનિષદ, ૧૧-૫)