ભારતીય કથાવિશ્વ૧/પરિશિષ્ટ/વાણીસૂક્ત

Revision as of 14:15, 26 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| વાણી-સૂકત | }} {{Poem2Open}} હું અગિયાર રુદ્રો સાથે, આઠ વસુઓની સાથે,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાણી-સૂકત

હું અગિયાર રુદ્રો સાથે, આઠ વસુઓની સાથે, બાર આદિત્યો સાથે ઘૂમું છું. હું મિત્રને, વરુણને, ઇન્દ્રને, અગ્નિને, અશ્વિનીકુમારોને ધારણ કરું છું. હું સોમ છું, હું ત્વષ્ટા-પૂષા દેવને, ભગવાનને ધારણ કરું છું. યજ્ઞ કરનારને ધારણ કરું છું, યજ્ઞ કરનાર માટે સુરક્ષિત રખાતા ધનને ધારણ કરું છું. હું રાષ્ટ્રની દેવી છું, દૂર દૂરથી ધન લાવી સંપત્તિનો સંગ્રહ કરું છું. પ્રત્યક્ષ જ્ઞાનને જાણનારી છું, અનેક પ્રદેશોમાં મારું સ્થાન છે. જેઓ અન્ન ખાય છે, જેઓ શ્વાસ લે છે, જુએ છે, સાંભળે છે. તે સર્વની પ્રેરક બની કાર્યો કરાવું છું. મારા સ્વરૂપને ન જાણનારા લોકો નાશ પામે છે, હે જ્ઞાની લોકો, સાંભળો, શ્રદ્ધા રાખીને સાંભળો. દેવોની, મનુષ્યોની પ્રેરણા બનું છું. જે જે મનુષ્યોના હૃદયમાં બેસીને હું કામના કરું છું, હું તેને ક્ષત્રિય બનાવું છું, બ્રહ્મા બનાવું છું, ઋષિ બનાવું છું, વિદ્યાવાન બનાવું છું. બ્રહ્મદ્વેષીનો, શત્રુનો વધ કરવા હું રુદ્રને ધનુષ સજ્જ કરવા કહું છું, સામાન્ય માનવીને ઉત્સાહી બનાવું છું, આકાશ અને પૃથ્વીમાં પ્રવેશું છું. આ બ્રહ્મના મસ્તક વડે મેં આકાશને જન્મ આપ્યો, તે સર્વના પિતા છે. મારું કારણ સમુદ્ર છે, અહીં પરમાત્મા બધામાં વ્યાપે છે. પછી મેં સર્વ લોકમાં પ્રવેશ કર્યો, મારા બળથી આકાશને સ્પર્શ કર્યો, હું પવનની જેમ બધે ગતિ કરું છું. મારા વડે સર્વ લોકનું સર્જન થયું. મારું સ્વરૂપ આકાશથીયે ઊંચે છે, પૃથ્વીથી પણ ઉપર છે.

(વિષ્ણુદેવ પંડિતે સૂક્તોના કરેલા અનુવાદોને આધારે)