ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંકર
સંકર(Hybrid) : પ્રકૃતિ અને પૂર્વગ-પ્રત્યય અલગ અલગ ભાષાનાં હોય અને શબ્દ સિદ્ધ કરવામાં આવે તે સંકર કહેવાય છે : જેમકે નાનાલાલના ‘કુલયોગિની’ કાવ્યમાં ‘ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,/ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે’.
ચં.ટો.