ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદેહ

Revision as of 10:23, 27 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંદેહ'''</span> : સંદેહમાં ઉપમેય ઉપમાન છે એવો સંદેહ વ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંદેહ : સંદેહમાં ઉપમેય ઉપમાન છે એવો સંદેહ વ્યક્ત કરવામાં આવે છે. સંદેહ પ્રગટ કર્યા પછી ઉપમેય અને ઉપમાન વચ્ચેનો ભેદ વ્યક્ત કરવામાં આવે તો સંદેહનો પહેલો પ્રકાર અને આ ભેદ જો વ્યક્ત કરવામાં ન આવે તો બીજો પ્રકાર થાય. જેમકે ‘શું આ ચંદ્ર છે? તો તેનું કલંક ક્યાં ગયું?’ અહીં મુખ શું ચંદ્ર છે એવી શંકા કર્યા પછી બન્ને વચ્ચેનો ભેદ (ચંદ્રમાં કલંક હોય અને મુખમાં ન હોય) વ્યક્ત કરવામાં આવ્યો છે, માટે સંદેહનો આ પહેલો પ્રકાર છે. જ.દ.