ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવચેતન

Revision as of 04:32, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નવચેતન : ‘વીસમી સદી’થી આરંભાયેલી સચિત્ર ગુજરાતી સામયિકોની પરંપરાને અનુસરતું, ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીએ ૧૯૨૨માં કલકત્તાથી પ્રગટ કરેલું માસિક. મે, ૧૯૨૪થી તેની સાથે ‘રંગભૂમિ’ પણ સંકળાયું છે. ૧૯૪૨માં છાપકામની તકલીફોને કારણે કલકત્તાથી વડોદરા સ્થળાન્તર, ૧૯૪૬થી ૧૯૪૮ ફરી કલકત્તા, જુલાઈ ૧૯૪૮થી આજ પર્યન્ત અમદાવાદ. ૧૯૭૪માં તંત્રીના અવસાન પછી મુકુન્દ શાહ સંપાદકના ૧૯-૧૦-૨૦૦૮માં અવસાન પછી, પરીક્ષિત જોશી, પ્રીતિ શાહે સંપાદન કર્યું છે. વાર્તા, કવિતા, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન, ધારાવાહી નવલકથા, જેવી સાહિત્યિક કૃતિઓ ઉપરાંત વિજ્ઞાન, લલિતકલા, ધર્મ, તત્ત્વજ્ઞાન તેમજ વિવિધ સંમેલન, પરિષદોના અહેવાલો જેવી વાચનસામગ્રી આપતું ‘નવચેતન’ સર્વ સામાન્ય જનરુચિને સંતોષનારું અને તેથી બહોળો ફેલાવો ધરાવનારું સામયિક છે. ર.ર.દ., ઇ.કુ.