ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મંગલાચરણ

Revision as of 09:10, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મંગલાચરણ'''</span> : પોતાનો ગ્રન્થ નિર્વિઘ્ન પૂરો થાય એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મંગલાચરણ : પોતાનો ગ્રન્થ નિર્વિઘ્ન પૂરો થાય એ માટે ગ્રન્થકર્તા ઈશ્વરની સ્તુતિ કે ઇષ્ટદેવની આરાધના કરે છે. અને પોતાના દુષ્કર કાર્યને પાર પાડવાની શક્તિ કે પ્રતિભા માટે યાચના કરે છે; સાથેસાથે લોકમંગલની પણ કામના કરે છે. આ અંગે ગ્રન્થના આરંભે આવતા પદ્યને મંગલાચરણ કહે છે. ચં.ટો.