ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મીલિત

Revision as of 09:59, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મીલિત'''</span> : કોઈક પદાર્થ નિજી કે આગંતુક સમાનધર્મોન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મીલિત : કોઈક પદાર્થ નિજી કે આગંતુક સમાનધર્મોને કારણે અન્ય વસ્તુને છુપાવી દે ત્યારે મીલિત અલંકાર બને. અહીં પ્રબળવસ્તુમાં ગૌણવસ્તુનું તિરોધાન થાય છે. જેમકે “યુવાનીની અસરથી આ સુંદરીનાં નયનો ચંચળ, વાણી મધુર અને વક્રોક્તિપૂર્ણ, ગતિ મંથર અને મુખ મનોહર છે. તેણે મદિરાપાન કર્યું છે, પણ યૌવનની અસર સબળ હોવાથી મદિરાની અસરની જાણ થતી નથી.” જ.દ.