ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યક્તિત્વવાદ

Revision as of 09:14, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યક્તિત્વવાદ(Personalism)'''</span> : આ વાદ નથી, એક વૃત્તિ છે. જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વ્યક્તિત્વવાદ(Personalism) : આ વાદ નથી, એક વૃત્તિ છે. જીવનમાં મૂલ્યોનો સંબંધ વ્યક્તિત્વ સાથે છે અને વ્યક્તિત્વ હંમેશાં મૂલ્યોની શોધમાં હોય છે. માનવવ્યક્તિત્વની એ મહત્તા છે. આથી માનવવ્યક્તિત્વની પવિત્રતા અને સ્વતંત્રતાનો ઉચ્છેદ કરવાનો પ્રયાસ કોઈપણ વ્યક્તિત્વવાદી સાંખી શકે તેમ નથી. ચં.ટો.