ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષાન્તરનિધિ
Revision as of 11:24, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
ભાષાન્તરનિધિ : માતૃભાષા દ્વારા કેળવણી અને જ્ઞાનબોધના વધતા જતા મહિમાને અનુલક્ષીને અન્ય ભાષાઓમાં સર્જાતા સાહિત્યની પ્રશિષ્ટ અને શ્રદ્ધેય કૃતિઓના આસ્વાદથી લોકો વંચિત ન રહી જાય એવા જ્ઞાનમૂલક ઉદ્દેશથી ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર સરકાર દ્વારા સ્થપાએલી સંસ્થા. જેમનું ચિંતન અને સર્જન સર્વદેશીય અને સાર્વજનીન છે તેવા બર્ટ્રાન્ડ રસેલ, સી.એમ.જોડ, લિયો હ્યુબરમેન, ડબલ્યુ. આર્થર લૂઈ, રવીન્દ્રનાથ, કાલિદાસ, એન્ટન ચેખોવ, આલ્ડસ હકસલી, શૂમાખર જેવા સર્જકો ચિંતકોની ‘ઑન એજ્યુકેશન’, ‘કૉંક્વસ્ટ ઑવ હેપીનેસ’, ‘રોડ્ઝ ટૂ ફ્રિડમ’, ‘સ્ટોરી ઑવ સિવિલિઝેશન’, ‘ઍન્ડ્ઝ ઍન્ડ મીન્સ’, ‘ડેથ બી નૉટ પ્રાઉડ’ – જેવી કૃતિઓમાં પ્રમાણિત અનુવાદો દ્વારા ભાષાન્તરનિધિએ ગુજરાતી ભાષામાં જ્ઞાનપ્રસારણની ક્ષિતિજો વિસ્તારી છે. ર.ર.દ.