ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રોમાંચકથા

Revision as of 09:11, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રોમાંચકથા(Thriller) : રહસ્ય અને ઘટનાઓના ઝડપી વિકાસ પર ભાર મૂકતી અને મુખ્યત્વે લોકપ્રિય સાહિત્યના વાચકો માટે લખાયેલી નવલકથાનો પ્રકાર. જાસૂસી અને ગુનો આ પ્રકારની કથાના લાક્ષણિક વિષયો છે. જૉન બકન, એરિક ઍમ્બલર અને જૉન લ કૅર જેવાઓની રોમાંચકથાઓ ઉચ્ચ કક્ષાની ગણાય છે. રોબર્ટ લુડલુમ, ડેસમન્ડ બૅગ્લી, એલીસ્ટરસ મેકલીન વગેરે લોકપ્રિય રોમાંચ-કથાકારો છે. હ.ત્રિ.