ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિજ્ઞાનપરસ્તીવાદ

Revision as of 10:13, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્ઞાનપરસ્તીવાદ(Scientificism) : કેટલાક આધુનિકો બાળકોની કે આદિમજાતિઓની નજરે વિજ્ઞાનને જુએ છે, અને આધુનિક જીવન, શહેર અને યંત્રોને બેહદ ચાહે છે. માસિમો બોન્તેમ્પેલી આ સૌન્દર્યવાદને ‘સંમોહન વાસ્તવવાદ’(magic realism) તરીકે ઓળખાવે છે. આધુનિકો યંત્રને માત્ર શક્તિનો સ્રોત નહિ પણ જીવનનો પણ સ્રોત ગણે છે. રેનાતો પોગિઓલિની આ સંજ્ઞા વિજ્ઞાનપરસ્તીને સૂચવે છે. ચં.ટો.