ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિજ્ઞાનકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્ઞાનકથા(Science fiction; Sci-Fi) : વિજ્ઞાનોના નવા વિકાસમાંથી પોષણ મેળવતા સાહિત્યિક કપોલકલ્પિતનું આ કથાસાહિત્ય ભવિષ્યમાં થનારી પ્રગતિના પરિણામે ઊભી થનારી સિદ્ધિઓ અને એનાં આશ્ચર્યોને શોધે છે. એમાં ભવિષ્યનાં યુદ્ધો, સ્વસંચાલિત શસ્ત્રો, યંત્રમાનવો, અ-માનુષી શક્તિઓ, અજાણ્યા ગ્રહો અને અજાણી વસ્તીઓ જેવા કલ્પપ્રદેશોને આવરી લેવામાં આવે છે. અમેરિકન નવલકથાકાર એડગર એલન પૉ એના પ્રથમ લેખક ગણાય છે. જૂલે વર્ન, એચ. જી. વેલ્સની વિજ્ઞાનકથાઓ પણ પ્રસિદ્ધિ પામી છે. ૧૯૫૦ પછી ઇસાક આસિમોવ જેવા લેખકોને કારણે આ પ્રકાર હવે આદર પામ્યો છે. ચં.ટો.