ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિંડબના

Revision as of 10:13, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



વિંડબના(Irony) : સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરેહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છે : ભાષાગત વ્યંગયાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વિડંબના વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે. વિડંબનાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વિડંબના વૈશ્વિક વિડંબના તરીકે ઓળખાય છે. વિડંબનાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય-વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વિડંબનાને સઘન બનાવે છે. પ.ના.