ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યંગચિત્ર

Revision as of 12:24, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વ્યંગચિત્ર (Cartoon) : મૂળ ઇટેલિયન શબ્દ carta(કાગળ)ને આધારે આ સંજ્ઞા તેના આધુનિક અર્થમાં સામયિકો, વર્તમાનપત્રો કે પુસ્તકોમાં રજૂ થતાં વ્યંગચિત્રોનું સૂચન કરે છે. આ પ્રકારનાં ચિત્રોમાં વ્યક્તિ, વ્યક્તિઓ કે પ્રસંગ-દૃશ્યનું વિકૃત છતાં મૂળ વ્યક્તિ કે સંદર્ભને પામી શકાય તે રીતે નિરૂપણ કરવામાં આવે છે. પ.ના.