ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્રુતિકટુત્વ
Revision as of 12:21, 7 December 2021 by KhyatiJoshi (talk | contribs)
શ્રુતિકટુત્વ(cacophony) : ચોક્કસ પ્રકારનો પ્રભાવ ઊભો કરવા માટે સર્જક દ્વારા થતું કર્કશ કે કઠોર શ્રુતિઓનું સંયોજન. જેમકે સિતાંશુ યશશ્ચન્દ્રના ‘મૃત્યુ-એક સરરિયાલિસ્ટ અનુભવ’ કાવ્યની પંક્તિઓ જુઓ : ‘ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ/ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા, ધાડ./ પાંપણ તોડી, તોડ્યા ખડકો/ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા”.
ચં.ટો.