ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સચિત્ર હસ્તપ્રતો

Revision as of 07:38, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સચિત્ર હસ્તપ્રતો : સચિત્ર હસ્તપ્રતની લેખનવ્યવસ્થા સામાન્ય (અચિત્ર) હસ્તપ્રત જેવી જ હોય છે. ગ્રન્થારંભે લેખક (લહિયો) મંગલસૂચક ‘ભલે મીડું (‡™Ä) (પ્રાચીન ઓંકારની પરિવર્તન પામેલી સાંકેતિક આકૃતિ અને નમસ્કારો (– ›¸Ÿ¸ :, „ ›¸Ÿ¸ : ¬¸£¬¨¸•¡¸¾, Š¸µ¸½©¸¸¡¸ ›¸Ÿ¸ : વગેરે) લખતો. બાદમાં મૂળ ગ્રન્થનું લખાણ કરવામાં આવતું. ગ્રન્થસમાપ્તિમાં (©¸¿ž¸¿ ž¸¨¸Cº ˆÅ¥¡¸¸µ¸Ÿ¸¬Cº) ઇત્યાદિ આશીર્વાદો લખવામાં આવતા. ઉપરાંત || ब ।|8।।? જેવાં ચિહ્નો લખતા. ગ્રન્થના અંતમાં પ્રશસ્તિપુષ્પિકા લખવામાં આવતી. આ સર્વ લેખનકાર્ય પ્રથમ લેખક (લહિયા) પાસે કરાવવામાં આવતું. આ લેખનકાર્ય દરમ્યાન લેખક એને આપેલી સૂચના અનુસાર પ્રતના પત્રમાં ચિત્રો માટે ખાલી જગ્યા છોડીને લખાણ કરતો. આ રીતે હસ્તપ્રત તૈયાર થઈ ગયા પછી આ પ્રતમાં ચિત્રકાર પાસે ચિત્રો તૈયાર કરાવવામાં આવતાં. આ ચિત્રોમાં સામાન્યતઃ વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થતો. સોનેરી સચિત્ર પ્રત માટે સોનાના વરખમાંથી બનાવેલ રંગ(શાહી)નો પણ ઉપયોગ થતો. જૈન પરંપરાના સચિત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોમાં ‘કલ્પસૂત્ર’, ‘ઉત્તરાધ્યયયનસૂત્ર’, ‘સંગ્રહણી’, ‘કાલિકાચાર્યકથા’ વગેરે અને જૈનેતર ગ્રન્થોમાં ‘મેઘદૂત’, ‘બિલ્હણપંચાશિકા’, ‘ગીતગોવિંદ’, ‘રતિરહસ્ય’ વગેરેને ગણાવી શકાય. ગુજરાતી જૈન સચિત્ર હસ્તપ્રતમાં ‘શાલિભદ્રચોપાઇ’ ‘ધન્ના શાલિભદ્રરાસ’, ‘સ્થૂલિભદ્રકોશાનવરસો’, ‘મલયસુંદરીરાસ’, ‘નલ-દમયંતીરાસ’, ‘આદ્રકુમારરાસ’, ‘હંસરાજ વત્સરાજ ચોપાઈ’, ‘વિક્રમાદિત્યખાપરાચોરચોપાઈ’, ‘શ્રીપાલરાસ’, ‘ચંદ્ર-રાસ’, ‘જંબુકુમારરાસ’, ‘ગૌતમસ્વામીરાસ’, ‘માનતુંગ-માનવંતી-રાસ’, ‘હરિબલચઉપઈ’, ‘પ્રિયમેલકરાસ’, ‘પાર્શ્વનાથવિવાહલો’, ‘સિંહલકુમારચઉપઈ’ અને ‘મધુમાલતીકથા’ ઉલ્લેખપાત્ર છે. જૈનતર સચિત્ર ગુજરાતી હસ્તપ્રતોમાં ‘પંચાખ્યાન’, ‘હરિલીલાષોડ્શકલા’, ‘પ્રબોધપ્રકાશ’, ‘ધ્રુવચરિત્ર’, ‘દશમસ્કંધ’, ‘મામેરું’, ‘રામાયણ’, ‘કુત્બુદ્દીનવારતા’ વગેરે નોંધપાત્ર છે. ક.શે.