ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમુચ્ચય

Revision as of 08:35, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સમુચ્ચય : સંસ્કૃત અલંકાર. કોઈ બાબતની સિદ્ધિના હેતુરૂપ એક કારણ હોવા છતાં તે સિદ્ધિ કરનાર બીજું કારણ પણ જ્યાં રજૂ કર્યું હોય ત્યાં સમુચ્ચય અલંકાર બને. આ અલંકારમાં એક જ કારણ પૂરતું હોવા છતાં અન્ય કારણો પણ દર્શાવવામાં આવે છે. આમાં બધાં કારણો સત્ હોય, અસત્ હોય કે સત્-અસત્ બન્ને હોય. જેમકે “દિવસે મ્લાન ચંદ્ર, યૌવન ગુમાવેલી કામિની, કમલ વિનાનું સરોવર, સુંદર આકૃતિ ધરાવનારનું શબ્દવિહીન મુખ, ધનલોભી સ્વામી, સતત વિપત્તિમાં ડૂબેલો સજ્જન, રાજભવનમાં રહેલો દુર્જન, આ સાત મારા મનમાં રહેલાં શલ્યો છે.” અહીં સત્ અને અસત્નો યોગ છે. જ.દ.