ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંક્રમિત વિશેષણ
Revision as of 09:43, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સંક્રમિત વિશેષણ(Hypallage) : આ અલંકાર ‘સંક્રમિત વિશેષણ’ (Transferred epithet) તરીકે ઓળખાય છે. એમાં વિશેષણ એના ઉચિત વિશેષ્યથી ખસીને જેને લાગુ ન પડી શકે એવા વિશેષ્ય સાથે જોડાય છે. જેમકે ‘અજંપાભરી રાત’, ‘પ્રસન્ન સવાર’.
ચં.ટો.