ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંઘટનતંત્ર

Revision as of 15:39, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંઘટનતંત્ર(Architectonics) : સપ્રમાણતા, એકતા વગેરે જેવી સંરચનાત્મક સંપત્તિ સૂચવતી આ વિવેચનસંજ્ઞા સ્થાપત્યના ક્ષેત્રમાંથી આવી છે. ખૂબ કાળજીપૂર્વક આયોજિત થયેલા અને રચાયેલા સ્થાપત્યની જેમ સાહિત્યકૃતિ પ્રભાવિત કરે છે ત્યારે એની સફળ સંઘટનાત્મક એકતાને સૂચવવા આ સંજ્ઞા વપરાય છે. ચં.ટો.