ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કૃતિ પુરસ્કાર

Revision as of 16:17, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંસ્કૃતિ પુરસ્કારઃ સંસ્કૃતિ પ્રતિસ્થાન, દિલ્હી દ્વારા સાહિત્ય, પત્રકારત્વ, કલાઓ, સંગીત-નૃત્ય-રંગભૂમિ, તેમજ સામાજિક અને સાંસ્કૃતિક સિદ્ધિ ક્ષેત્રે અપાતો આ રૂ. ૨૦,૦૦૦નો પુરસ્કાર ૧૯૭૯થી શરૂ થયો છે. સાહિત્યક્ષેત્રે અંગ્રેજી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓના કવિતા, ટૂંકીવાર્તા, નવલકથા, નાટક, વિવેચન, જીવનકથા વગેરે પ્રકારોમાંથી કોઈ એક કૃતિની પસંદગી થાય છે. અત્યાર સુધીમાં અસગર વસાહત, પ્રિયા દેવી, આસાદ જૈદી, વિનોદ ભારદ્વાજ, કમર એહસાન, રણધીર ખરે, ત્રિપુરારિ શર્મા, ધીરેન્દ્ર આસ્થાના, ગગન ગિલ, બાલચન્દ્રન, ચુલ્લિકાંડ, અનિલ ધરાઈ, રાજન નુ. ગવાસ, દેવીપ્રસાદ મિત્રા, બી. જગમોહન, મનોજ કે. ગોસ્વામી, રાજિત હસકોટે, મોગલી ગણેશ, મોહમ્મદ અમીન, નાઝિર મન્સૂરી, બોધિસત્ત્વ, પંકજ મિશ્રા, ભરત માંઝી, મિતુલ દત્ત, ઇન્દ્રજિત નાંઢા, અશોક પવાર વગેરેને પારિતોષિક મળી ચૂક્યા છે. ચં.ટો., ઇ.કુ.