ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક સામયિક
Revision as of 08:46, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સાહિત્યિક સામયિક(Literary Periodical) : સાહિત્યિક કૃતિઓ, લેખોનું નિયમિત પ્રકાશન કરતું સામયિક. સાહિત્યના સાંપ્રત પ્રવાહોનો પ્રસાર કરવાની કામગીરી ઉપરાંત નવા સર્જકોને આરંભિક તખ્તો પૂરો પાડવાનું કાર્ય પણ આ પ્રકારનાં સામયિકો કરે છે. આ સામયિકોમાં વિવેચનલેખો, આસ્વાદો, સમીક્ષાઓ તથા સર્જનાત્મક કૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે.
ચં.ટો