ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થલકાલતત્વ
Revision as of 11:32, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સ્થલકાલતત્ત્વ(Chromotopos) : નવલકથા સંદર્ભે મિખાઈલ બખ્તિનનો સ્થલકાલ પરત્વેનો વિચાર માત્ર વાસ્તવના અનુકરણ પૂરતો સીમિત નથી પરંતુ નવલકથાની સંરચનામાં તે સ્વરૂપવિધાયક મુખ્ય પરિબળોમાંનું એક પરિબળ છે. પરીકથામાં આવતા સમુદાયના અવિભક્ત સ્થલકાલ કે ગ્રીકસાહિત્યમાં આવતા વૈયક્તિક સ્થલકાલ કરતાં આ સ્થલકાલનું વિશેષ કર્તવ્ય અને વર્ચસ્ છે. કાલ કે સ્થલમાંથી પસાર થતાં પાત્ર પર થતો સંસ્કાર એમાં સૂક્ષ્મપણે ઉમેરાયેલો છે.
ચં.ટો.