ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રંગમંચ

Revision as of 12:18, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રંગમંચ (Proscenium) : પ્રેક્ષાગૃહ કે નાટ્યગૃહમાં મંચ પરનો મુખ્ય પડદો અને વૃંદવાદકોની બેઠક એ બે વચ્ચેનો રંગપીઠનો અગ્રભાગ. ક્યારેક પડદા અને સુશોભિત કમાનને પણ આ સંજ્ઞા હેઠળ આવરી લેવામાં આવે છે. આ ભાગ રંગદ્વાર કે અગ્રમંચ તરીકે પણ ઓળખાય છે. ચં.ટો.