એકતારો/‘ગરીબોદ્વાર'ની ચાલાકીઓ
Revision as of 11:11, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘ગરીબોદ્વાર'ની ચાલાકીઓ|}} <poem> ગાઓ ગીતો 'ગરીબોદ્વાર’નાં, ખી...")
‘ગરીબોદ્વાર'ની ચાલાકીઓ
ગાઓ ગીતો 'ગરીબોદ્વાર’નાં,
ખીસું ભરેલ ચાલાકી તણાં!
થાક્યો મજૂર હતાશ બની
જ્યારે હુંકારી લાત લગાવવા આવે,
કામના કાળ–ઘટાડ અને
થોડા ઠીક પગારની માગણી લાવે;
ભાન ત્યારે એનું ભૂલવવા
એને પીરસજે 'દીનોદ્વાર’ નવા—ગાઓ૦ ૧.
એને નાવા ધોવા થોડી કોટડીઓ
થોડી આરસ–કૂંડીઓ ને અરીસાઓ
આપો, આપો થોડી ચોપડીઓ
થોડી ડોલર–ચંપાની ફૂલ–લતાઓ;
દીન–કલ્યાણની એ ભ્રમણા
વિષે પ્રશ્ન ડુબાવો પગાર તણા!—ગાઓ૦ ૨.
એનાં બાળોને એક નિશાળ બાળો,
બાળો નર્સ થોડી, થોડી બાટલીઓ,
એને શ્વાસ લેવા થોડી બારીએ મોરીઓ,
થોડી સુવાવડ–ખાટલીઓ;
દેજો બીજું ય માગે તે બધું,
રખે પૂછે પગાર કલાક તણું!–ગાઓ૦ ૩.