વેણીનાં ફૂલ/દેશ વિદેશમાં જાવા

Revision as of 12:16, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દેશ વિદેશમાં જાવા|}} <poem> આંખ વીંછી વીરા! પાણી - ડાંમાં ઉતરજે ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દેશ વિદેશમાં જાવા

આંખ વીંછી વીરા! પાણી -
ડાંમાં ઉતરજે તું ના'વા;
તેડી જશું અમ દેશમાં,
તને ભમવા ને ગાવા.

ના રે બાપુ! મારી માવડી
ઝૂરી જીવ જ દેશે!
સૂણી સાગર કેરાં બાલૂડાં,
હસી જાય વિદેશે.

(સાખી)

હું મોજું જળનું બનું, તું પરદેશી તીર
દેશાટન કરતો ફરૂં, તારે સકળ શરીર
- માડી! મને બાળ બોલાવે!

એવાં સાગરમાં વસનાર, માડી! મને બાળ બોલાવે.
એવાં વાદળમાં વસનાર, માડી! મને બાળ બોલાવે.