આલ્બેર કૅમ્યૂ/નિવેદન

Revision as of 21:13, 7 February 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નિવેદન

એક રીતે જગતમાં ઝ્યાં પોલ સાર્ત્રનું નામ ચિંતક તરીકે બહુ મોટું ગણાય છે, છતાં અસ્તિત્વવાદી સર્જન અને દર્શન ક્ષેત્રે આલ્બેર કૅમ્યૂ અત્યંત પ્રભાવશાળી સર્જક પુરવાર થયા છે. સુરેશ જોષીનું ઘડતર પરંપરાગત ભારતીય દર્શન દ્વારા થયું હતું. સ્વામી નિખિલાનંદના ‘ભારતીય ધર્મ’ નામની નાનકડી પુસ્તિકાનો અનુવાદ પણ તેમણે કર્યો હતો. આમ છતાં યુરોપમાં પ્રવર્તેલા અસ્તિત્વવાદનો પરિચય જ્યારે તેમને થયો ત્યારે તેઓ થોડા હચમચી ઊઠ્યા હતા. આ વાદે તેમના વિચારજગતમાં ક્રાંતિ પ્રગટાવી, ત્યારપછી તો તેઓ અવારનવાર અસ્તિત્વવાદી સર્જન અને ચંતિન વિશે લખતા જ રહ્યા છે. અહીં આલ્બેર કૅમ્યૂના સર્જક અને દાર્શનિક વ્યક્તિત્વનો જે પરિચય સુરેશ જોષીએ કરાવ્યો છે તે જિજ્ઞાસુ વાચકોને આલ્બેર કૅમ્યૂની મૂળ કૃતિઓ સુધી દોરી જશે એવી આશા અસ્થાને નથી. શિરીષ પંચાલ

14-01-2012