હાલરડાં/જન્મોત્સવ
Revision as of 07:12, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જન્મોત્સવ|}} <poem> અં અં કરે ને બાળો આંગળાં ધાવે, નગરીનાં લોક સ...")
જન્મોત્સવ
અં અં કરે ને બાળો આંગળાં ધાવે,
નગરીનાં લોક સરવે જોવાને આવે.
ખમા મારા કાનકુંવરને કાંટડો ભાંગ્યો,
કાંટો ભાંગ્યો ને વા’લા ઠેસડી વાગી.
અડવો કે’શું ને બડવો કહીને બોલાવશું,
ફૈયરનાં નામ વન્યા વણબોલ્યાં રે’શું,
એક આવી ને ઘમ ઘમ ઘૂઘરા લાવી.
બીજી આવી ને કડાં સાંકળાં લાવી;
ત્રીજી આવીને વેઢ વાંકડા લાવી,
ચોથી આવીને લંપાઈ ઘોડિયા આગળ બેસશું.