હાલરડાં/નંદકિશોર

Revision as of 07:23, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નંદકિશોર|}} <poem> નંદકિશોર રે નંદકિશોર, ઝૂલે પારણિયે નંદકિશો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નંદકિશોર

નંદકિશોર રે નંદકિશોર,
ઝૂલે પારણિયે નંદકિશોર

સોનાના મોર ઝૂલે નંદકિશોર
પ્યારાને પારણે સોનાના મોર.

કોઈ રે કાનાને નેણે સારો કાજળિયાં,
ફરતી મેલાવો રૂડી કસુંબલ કોર. – પ્યારાને૦

હીરા માણેક તો જડિયાં પારણિયે,
બાજુ શોભે રૂડી મોતીડાંની કોર. – પ્યારાને૦

સોનાનાં સોગઠાં રૂપાનાં રમકડાં,
કાનો કરે છે માંહીં મીઠા કલ્લોલ. – પ્યારાને૦

હેતે કરીને ગોપી હરિને ઝુલાવે,
હાથે શોભે છે રૂડી હીરલાની દોર. – પ્યારાને૦

બ્રહ્માનંદ કહે ખમા રસિયા વાલમને,
અવિચળ રહો રાધાકૃષ્ણની જોડ. – પ્યારાને૦