અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ
સંપાદકીય
નર્મદ-દલપતરામથી (૧૮૫૦થી) શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાના પાંચેક મહત્ત્વના યુગો-પડાવોમાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ થાય એવી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ રહી છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા કવિતાના વિવિધ તબક્કાઓની કવિતા ડિજિટલ માધ્યમ દ્વારા ભાવકોને સુલભ કરાવવાનું કાર્ય ત્રણ-ચાર રીતિમાં ચાલે છે. આ પ્રકલ્પ અનુઆધુનિક (૧૯૮૦થી ૨૦૧૫) ગુજરાતી કવિતાના કેટલાક મહત્ત્વના કવિઓની પ્રતિનિધિરૂપ રચનાઓને આસ્વાદાત્મક સમીક્ષા લેખ સાથે, કવિ પ્રમાણે અલગ અલગ મૂકવાનો ઉપક્રમ છે. પ્રથમ તબક્કામાં અહીં ૧૦ કવિઓને સમાવ્યા છે. જે તે સંપાદકશ્રીએ કવિતા અને કવિકર્મ વિશે નોંધ કરી છે – એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પુનરાવર્તન કરવાની મને જરૂર લાગી નથી. જે તે કવિમિત્રો અને સંપાદકોનો આભાર માનું છું. હાલ અહીં ઉપલબ્ધ કવિઓ અને સંપાદકો આ પ્રમાણે છે :
અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી